કેવી રીતે થાય છે પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં શુટિંગ.. ૧ દિવસમાં લાખોની કમાણી કરે છે એડલ્ટ સ્ટાર..

દુનિયામાં દરેક પ્રકારના એન્ટરટેનમેન્ટ માટે એક અલગ ઇન્ડસ્ટ્રી બનાવવામાં આવી છે. તેવામાં એક એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ છે, બાકી બધાથી અલગ હોવા છતાં આ ઇન્ડસ્ટ્રીની ઘણી વાતો અન્ય એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી જેવી છે. ત્યાં પણ એક્ટર્સ એક્ટિંગ કરે છે, પોતાના શોટ્સની રાહ જુએ છે અને ડાયલોગ્સ યાદ કરીને બોલે છે, જો કે આપણા સૌના દિમાગમાં એડલ્ટ ઇન્ડસ્ટ્રીઝની એક અલગ જ ઈમેજ બનેલી છે.

જો કે એવું કહેવામાં આવે છે કે દરેક ઇન્ડસ્ટ્રીની પોતાની ખાસિયત અને ખામીઓ હોય છે. તેવું જ કેટલુક એડલ્ટ ફિલ્મોની સાથે પણ છે. જ્યાં લોકો મોટાપાયે પોર્ન વિડીયોઝ અને ફિલ્મો જ જુએ છે તે મોટાભાગના લોકોના મગજમાં એવી વાત રહે છે કે આ બધું અસલી છે, જયારે કે એવું નથી. એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની પોતાની વાતો અને સિક્રેટ છે, જેના વિશે તેની સાથે જોડાયેલા લોકો જ કહી શકે છે.

યુકેની ફેમસ એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ અને પરફોર્મર કીકી મિનાઝે હવે આ ઇન્ડસ્ટ્રી વિશે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે હકીકતમાં એડલ્ટ ફિલ્મોના સેટ્સ પર શું થાય છે અને એક એક્ટરને તેમાં કામ કરવા માટે કેટલા રૂપિયા આપવામાં આવે છે. તેની સાથે જ કીકીએ તેમ પણ જણાવ્યું કે મહિલાઓ માટે એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કેવી છે.

યુકેની ટોપ એડલ્ટ એક્ટ્રેસીસમાં કીકી મિનાઝના અનુસાર એડલ્ટ ફિલ્મો બનાવવા માટે એક એક્ટર અથવા એક્ટ્રેસને દિવસના લગભગ ૨૦૦૦ ડોલર સુધી મળી શકે છે. ફક્ત ત્રણ દિવસ કામ કરીને કોઇપણ એક્ટર આરામથી ૬ હજાર ડોલર્સ સુધીની કમાણી કરી શકે છે.

કીકીએ જણાવ્યું કે એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી મહિલાઓથી બનેલી છે. આ ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસીસ જ અસલી સ્ટાર હોય છે અને અલગ- અલગ એક્ટ્રેસને તેમના હિસાબથી પૈસા આપવામાં આવે છે. સાથે જ કિકીએ જણાવ્યું કે તેઓ એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાના મેલ કો-સ્ટાર્સની બરાબરનું કામ કરવા માટે તેમની જોડેથી ડબલ ફી માંગી શકે છે.

તેમણે કહ્યું, ‘પોર્ન ઇન્ડસ્ટ્રીમાં સેક્સીઝમ જેવું કઈ નથી, કારણકે આ ઇન્ડસ્ટ્રી છોકરીઓથી જ બનેલી છે. તેમણે એમ પણ કહ્યું કે મને લાગે છે કે એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં છોકરીઓને વધારે ગંભીરતાથી લેવામાં આવે છે કારણકે આ બધું તેમના વિશે જ છે. જયારે કોઈ એડલ્ટ ફિલ્મ જોઈ હશે તો છોકરા અને છોકરીમાં સૌનું ધ્યાન છોકરી પર જ હોય છે. પોર્નમાં તમે સ્ટાર છો. તમે સેક્સીઝમ વિશે ના વિચારી શકો.

પડદા પાછળ થનારી વાતોનો ખુલાસો પણ કીકીએ કર્યો. તેમણે જણાવ્યું કે કેમેરાની સામે સીન શૂટ કરવું તેના કામનો માત્ર ૩૦ ટકાનો જ હિસ્સો છે. કારણકે તેનો બાકીનો મોટાભાગનો સમય રાહ જોવામાં જ જાય છે. કીકીએ જણાવ્યું કે ક્યારેક- ક્યારેક તેને પોતાના સીન્સ માટે ૧૫ કલાક સુધી રાહ જોવી પડતી હોય છે. ત્યારબાદ પણ તેનું કામ કેટલીક મીનીટોમાં ખત્મ થઇ જાય છે.

તેમણે કહ્યું, આ જિંદગી છે, બેસો અને રાહ જુઓ. જયારે તમે ઘર પર ઇન્ટીમેટ થઇ રહ્યો હોવ છો, તો તમે બસ ઇન્ટીમેટ થઇ રહ્યા છો. તમે તમારી સાથેના વ્યક્તિને પ્યાર કરો છો કે કંઈક. પરંતુ જયારે તમે એક એડલ્ટ ફિલ્મ શૂટ કરી રહ્યા છો તો દરેક ચીજ એક એન્ગલ પર થવી જોઈએ. તેવામાં તમે હમેશા સહજ નથી હોતા.

કીકી મિનાઝ હકીકતમાં વેસ્ટ મીડલેન્ડ્સથી છે. તેઓ એક એકાઉન્ટન્ટ બનવા માટે લંડન આવેલા હતા. યુકેની એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં આખરે તેમણે કામ કેવી રીતે શરુ કર્યું તેના વિશે તેમણે જણાવ્યું કે તેમણે પ્લેબોયથી સેમ-સેક્સ સીન કરવાની ઓફર મળી હતી. કારણકે તે લોકો તેની સારી રકમ આપી રહ્યા હતા તો કીકીએ તેમને ના નહોતી પાડી.

આ વિશે કીકી બોલી- મેં પોર્નને પસંદ ના કરી, હું અસલમાં અટેનશન પસંદ કરું છું. તે એ જ હતું અને મને અટેનશન સારું લાગ્યું. તેમણે આગળ કહ્યું, તે પ્લેબોય હતો જેણે મને ઓફર આપી. છોકરા- છોકરીવાળી પોર્નમાં જવાથી સારું હતું કારણકે તેમાં ઘણા વધારે પૈસા મળી રહ્યા હતા.

કીકીએ વધુમાં જણાવ્યું કે ધીમે ધીમે એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં તેમની ઈજ્જત વધી અને તેમની સ્કીલ્સ સારી પણ થઇ ગઈ. તે ૨ હજારથી ૬ હજાર ડોલર્સ સુધીના પૈસા લેવા લાગી. હવે તે શુટિંગ માટે યુરોપની અલગ અલગ લોકેશન્સ ટ્રાવેલ કરે છે. તેમને એક નવા પ્રોજેક્ટ માટે મોટા પ્રોડક્શન હાઉસે પરાગમાં શુટિંગની તક પણ આપી છે. કીકીનું કહેવું છે કે તેને સેટ્સ પર પેમ્પર થવું ઘણું પસંદ છે.

તે કહે છે કે મારા માટે એવું નથી કે ઓહ.. હું કામ પર જઈ રહી છું. હું ત્યાં જઈને… ઇન્ટીમેન્ટ સીન્સ કરીશ. મારા મગજમાં એવું હોય છે કે હું ત્યાં જઈ રહી છું. ત્યાં જઈને એક- બે કલાક સુધી મારો મેકઅપ થશે, પછી મારા વોર્ડરોબમાં જઈશ અને તૈયાર થઇશ.

કીકી મિનાઝને પોતાના કામ પર ગર્વ છે અને તે કોઇપણ પ્રકારે તેને ઓછુ નથી આંકતી. તેનું કહેવું છે કે અન્યોની જેમ તે પણ પૈસા કમાવાનો એક રસ્તો છે. કીકીનું કહેવું છે કે આ પૈસા કમાવાનો સરળ રસ્તો છે અને તે પોતાની કમાણીને એન્જોય પણ કરી રહી છે.

તેમણે કહ્યું- હું બસ પૈસા કમાઈ રહી છું. મને ખબર છે કે હું સુરક્ષિત છું. હું મારો ટેક્સ ભરું છું. જે મારે કરવું જોઈએ એ બધું કરું છું. હું કોઈને દુખ નથી પહોંચાડી રહી. તેમણે આગળ કહ્યું, દુનિયા બદલાઈ રહી છે. સારી સ્ત્રીઓ, નર્સો, ડોક્ટર બધા પોતાના ઘરના વેબકેમ પર કંઈક ને કંઈક કરી રહ્યા છે, જેથી કેટલાક એક્સ્ટ્રા પૈસા કમાઈ શકે. જેમ લોકો એવું કરે છે, જો કે મારા માટે આ માત્ર નોકરી છે. હું કેટલીક મિનીટ માટે સેક્સ કરી રહી છું, લોકો સ્પષ્ટપણે તેના પર ભરોસો કરી રહ્યા છે. તો મને નથી લાગતું કે તેનાથી કોઈ તકલીફની વાત છે.

કીકી મિનાઝની નોકરી ભલે કેવી ય પણ હોય પરંતુ વ્યક્તિગત જિંદગીમાં તેને સામાન્ય જીવન જ જીવવું પસંદ છે. તેને દોસ્તો સાથે સમય વિતાવવાનું અને ઘર પર ચિલ કરવાનું પસંદ છે. તેના બાળપણ વિશે કીકીએ વાત કરતા કહ્યું કે, તેનું બાળપણ બીજા લોકો જેવું નોર્મલ હતું. પોતાના વ્યક્તિગત જીવનને પ્રોફેશનલ જીવનથી દુર રાખનારી કીકીએ આ વિશે જણાવ્યું.

તેમણે કહ્યું, “મને લાગે છે કે મારું બાળપણ સારું હતું. મારી માં કુલ હતી. મારા પિતા પણ કુલ હતા. અમે સારી રીતે રહ્યા. અમને હંમેશા તે મળ્યું જે જોઈતું હતું. અમે સાથે ઘણી ટ્રીપ્સ ઇન્જોય કરી. અમે હમેશા બ્લેકપુલ જતા હતા.

જણાવી દઈએ કે કીકી મિનાઝ યુકેની એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તે વેસ્ટ મિડલેન્ડ્સની રહેવાસી છે અને એક એકાઉન્ટન્ટ બનવા માટે ત્યાંથી લંડન આવી હતી. જો કે કિસ્મતને કંઈક અલગ જ મંજુર હતું.

ધ્યાન આપવાની વાત તે પણ છે કે ભલે કીકીને પોતાના કામથી ઘણો લગાવ છે પરંતુ તેવી પણ એક્ટ્રેસીસ રહી છે, જેમણે કેટલોક સમય કામ કર્યા બાદ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *