C.R. પાટીલના ગઢમાં અમીત ચાવડાએ પાડી દીધો આ મોટો ખેલ.. જાણો

ગુજરાતમાં કોરોનાની સાથે રાજકીય માહોલ પણ ગરમાયેલો છે, નિયત સમય સુધીમાં જ બિહાર ઈલેકશનની જેમ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાશે તેવું સ્પષ્ટ થઇ ગયા બાદ હવે ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

ગુજરાતમાં આવનારા ૨.૫ મહિનામાં ના માત્ર સ્થાનિક સ્વરાજ્ય જ પરંતુ ૮ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ૮ ધારાસભ્યોના પક્ષપલટાના હિસાબે ફરીથી પેટા ચૂંટણીનો બોજ પડ્યો છે.

આ પરિસ્થિતિમાં સી.આર. પાટીલ કે જેઓ દક્ષિણ ગુજરાતના રાજકારણમાં મોટું વર્ચસ્વ ધરાવે છે તેમના ગઢમાં જ કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. નોંધનીય છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નવસારીથી સાંસદ છે અને સુરતથી વલસાડ જિલ્લા સુધીમાં અત્યારસુધીના ભાજપના સૌથી મોટા અને રાજકીય વર્ચસ્વ ધરાવનારા નેતા છે ત્યાં જ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ મોટો ખેલ પાડ્યો છે.

હાલમાં કોંગ્રેસ જે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યાં જિલ્લા કારોબારીઓ યોજી રહી છે અને તે પ્રમાણે છેલ્લા ૨ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓએ ધામા નાખ્યા હતા. ડાંગ જિલ્લા બાદ ગુરુવારે વલસાડ જિલ્લા કોંગ્રેસની કારોબારી હતી.

ગુરુવારે દક્ષિણ ગુજરાતના છેક છેડાની કપરાડા વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને વલસાડ જિલ્લાના અરનાલા ખાતે જીલ્લા કોંગ્રેસની કારોબારી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહીત અનેક પ્રદેશના અને સ્થાનિક આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા.

જ્યાં કોંગ્રેસના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપના ૪૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. આટલી મોટી સંખ્યામાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોને અમીત ચાવડાએ ખેસ પહેરાવીને આવકાર્ય હતા અને કોંગ્રેસનો જોરજોરથી જયજયકાર પણ બોલાવ્યો હતો.

ત્યારે આ પરિસ્થિતિ જોઇને સ્થાનિક ભાજપમાં સોંપો પડી ગયો હતો અને સી.આર. પાટીલના ગઢ ગણાતા દક્ષિણ ગુજરાતમાં અમીત ચાવડાએ મોટો દાવ રમી લીધો હોવાની ચર્ચા જામી હતી.

તો કપરાડામાં પણ ભાજપે પક્ષને વર્ષોથી વફાદાર રહેલાને ઉમેદવાર બનાવવા કે કોંગ્રેસના આયાતી જીતુ ચૌધરીને ટીકીટ આપવી તેના પર પણ ચર્ચાઓ ચાલી રહી છે.

જો કોંગ્રેસના આયાતી ઉમેદવારને ટીકીટ આપવામાં આવે તો ભાજપમાં અસંતોષ વધી શકે છે ને કપરાડામાં ભાજપને પેટા ચૂંટણીમાં કપરા ચડાણ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *