બ્રેકઅપ પછી પણ એકબીજાના સારા દોસ્ત બનીને રહે છે આ સિતારાઓ, જાણો લિસ્ટમાં છે કોણ કોણ..

બોલિવૂડ જગતમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેઓ તેમના અફેરના લીધે ખૂબ જ ચર્ચામાં રહેતા હતા પરંતુ થોડા સમય પછી તેમના અલગ થવાના અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા હતા. આવી સ્થિતિમાં આજે અમે તમને બોલીવુડના આવા જ કેટલાક યુગલો વિશે જણાવીશું, જેમણે બ્રેકઅપ કરી લીધું હોવા છતાં એકબીજાના સારા દોસ્ત છે.

1. કુશળ ટંડન-ગૌહર ખાન: બિગ બોસમાં કૌશલ ટંડન અને ગૌહર ખાનની કેમિસ્ટ્રી આશ્ચર્યજનક હતી. આ શો દરમિયાન બંને એક બીજાના પ્રેમમાં પડ્યા હતા પરંતુ બાદમાં બંનેએ ખૂબ જ ખરાબ રીતે બ્રેકઅપ કરી દીધું હતું. જોકે થોડા સમય પછી તે બંને પોતાના વચ્ચેની કડવાશ ભૂલીને મિત્રો બની ગયા હતા.

Ad

2. કરીના કપૂર-શાહિદ કપૂર: બોલિવૂડ સ્ટાર્સ કરીના કપૂર અને શાહિદ કપૂર એકબીજા સાથે પાંચ વર્ષ ડેટ કર્યા પછી અલગ થયા હતા. આ પછી, બંનેએ લગભગ 7 વર્ષ સુધી અંતર બનાવી રાખ્યું હતું. ત્યારબાદ, તેઓ એક એવોર્ડ શોમાં એકબીજાની સામે આવી ગયા હતા. ત્યારબાદ બંને વચ્ચેની કડવાશ સમાપ્ત થઈ હતી તેઓ મિત્રો બની ગયા હતા. એક ઇન્ટરવ્યુમાં શાહિદ કપૂરે કહ્યું હતું કે હું કરીનાનું સન્માન કરું છું. હું ખુશ છું કે તે એક સારું જીવન જીવી રહી છે અને હું મારા જીવનમાં ખુશ છું

3. કેટરિના કૈફ-સલમાન ખાન: કેટરિના અને સલમાનના અફેરના સમાચારો ઘણા ચર્ચામાં રહ્યા હતા પરંતુ કયા કારણે બંને એકબીજાથી જુદા પડ્યા, તેના વિશે કોઈને કંઈ ખબર નથી. એવું પણ કહેવામાં આવે છે કે રણબીર કપૂર સાથે કેટરીનાની વધતી જતી નિકટતાને કારણે સલમાન કેટરિનાથી દૂર થઈ ગયો હતો. જો કે, બાદમાં બંને એક બીજાના સારા મિત્રો બની ગયા હતા અને બંને ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યાં હતાં.

4. દીપિકા પાદુકોણ-રણબીર કપૂર: દીપિકા અને રણબીરની લવસ્ટોરીઝ ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. દીપિકા તેના સંબંધોમાં એટલી ગંભીર હતી કે બ્રેકઅપ બાદ તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી પરંતુ બાદમાં આ જોડી ફિલ્મ યે જવાની હૈ દિવાની અને તમાશામાં જોવા મળી હતી. જોકે હવે બંને સારા મિત્રો છે.

5. શિલ્પા શેટ્ટી – અક્ષય કુમાર: અક્ષર કુમાર અને શિલ્પા શેટ્ટીના અફેરની વાતો ફિલ્મ મેં ખિલાડી તુ અનાડીથી શરુ થઇ હતી પરંતુ અક્ષયને પછીથી ટ્વિંકલ ખન્ના સાથે પ્રેમ થઈ ગયો અને શિલ્પાને પોતાની પાસેથી દુર કરી દીધી હતી. જોકે ધડક ફિલ્મ રિલીઝ થયા પછી શિલ્પાએ પણ જાહેરમાં અક્ષય કુમાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે અક્ષય કુમારે મારો ઉપયોગ કર્યો અને તેને બીજું કોઈ મળી ગયું તો તેણે ખૂબ જ સરળતાથી મને છોડી દીધી. આ પછી, શિલ્પાએ રાજ કુંદ્રા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, પાછળથી બંને મિત્ર પણ બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *