એક કે બે નહીં પણ ઘણી સમસ્યાઓનું થઈ જશે સમાધાન, બસ શનિવારે સવા કલાક કરીલો આ કામ, જુઓ પછી તેનો કમાલ…

અઠવાડિયાનો ત્રીજો દિવસ મંગળવાર છે અને સાતમો દિવસ શનિવાર છે, આ દિવસે મહાબલી હનુમાનની પૂજા કરવાનો દિવસ માનવમાં આવે છે. સૌરમંડળમાં હાજર તમામ ગ્રહોમાં, મંગળને હનુમાનના શાસનનો ગ્રહ માનવામાં આવે છે. શક્તિ, બુદ્ધિ, જ્ઞાન આપનાર હનુમાન જીની પૂજા કરવાથી વ્યક્તિને જીવનના દરેક સંકટમાંથી મુક્તિ મળે છે. બધા દેવતાઓમાં, હનુમાન જીને આ પૃથ્વી પરના જીવંત દેવોમાંથી એક માનવામાં આવે છે, જેઓ આ કલિયુગમાં પૃથ્વી પર ફરતા રહે છે.

કેટલાક લોકોના જીવનમાં સમસ્યાઓ એક પછી એક આવતી રહે છે, ઘણી મહેનત અને પ્રયત્નો પછી પણ સમસ્યા સમાપ્ત થતી નથી. જો તમારું જીવન પણ સમસ્યાઓથી ભરાયેલું છે, તો શનિવારે આ શક્તિશાળી કાર્ય ફક્ત તમારા ઘરે સવા કલાક હનુમાનજીના મંદિરની મુલાકાત લઈને કરો છો તો આ કાર્યો એટલા શક્તિશાળી છે કે એક કે બે નહીં પરંતુ જીવનની ઘણી બધી સમસ્યાઓમાં કાબુ મેળવી શકાય છે. સમસ્યાથી બહાર નીકળવાનો રસ્તો તાત્કાલિક મળી જાય છે, અને જો તે સતત 7 શનિવાર સુધી સાચી શ્રધ્ધા અને મનથી કરવામાં આવે, તો આખી જિંદગી ભર હનુમાનજીની કૃપાથી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.

Ad

હનુમાન જી તેમના ભક્તોને તેમની ઉપાસનાના ફળમાં શક્તિ અને બુદ્ધિ અર્પણ કરે છે, પણ આજે અમે ખાસ કરીને સુંદરકાંડ પાઠના મહત્વ અને તેના ફાયદા વિશે વાત કરીશું. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સામાન્ય રીતે ભક્તો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે.

હનુમાન ચાલીસા બાળકોથી લઈને વૃદ્ધોને પણ સરળતાથી યાદ હોય છે. પરંતુ હનુમાન ચાલીસા સિવાય, જો તમને સુંદરકાંડના પાઠના ફાયદાઓ જાણશો, તો તમે તેને દરરોજ પાઠ કરવા માંગશો. હિન્દુ ધર્મની પ્રખ્યાત માન્યતા મુજબ સુંદરકાંડનો પાઠ કરનારા ભક્તની ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે.

– જો તમે સમસ્યાઓથી કાયમ છૂટકારો મેળવવા માંગતા હોવ તો શનિવારે તમારા પોતાના ઘરે હનુમાનજીની આ સ્તુતિ કરો અથવા શ્રી હનુમાનજીના મંદિરે જાવ અને સુંદરકાંડનો પાઠ કરો.

– ગોસ્વામી તુલસીદાસ જીના જણાવ્યા મુજબ, સમસ્યાનું સમાધાન લાવવા માટે સુંદરકાંડથી વધુ સારો ઉપાય કોઈ નથી.

– જો કોઈ મોટી સમસ્યામાં તમે ફસાઈ ગયા છો, તો એકાંતમાં બેસીને સુંદરકાંડનો પાઠ કરવાથી સમસ્યાનું સમાધાન મળે છે.

– જો કોઈ શુભ કાર્ય શરૂ કરતા પહેલા સુંદરકાંડનો પાઠ કરવામાં આવે તો તે કાર્ય ખૂબ ફળદાયી સાબિત થાય છે.

– જો ઘણી સમસ્યાઓના કારણે આત્મવિશ્વાસનો અભાવ થાય તો તરત જ સુંદરકાંડનું પાઠ શરૂ કરો, થોડા કલાકોમાં જ તેનો ચમત્કાર દેખાશે.

– કુંડળીમાં જો કોઈ ભારે ખામી હોય, જેના કારણે સુખી પરિવારની ખુશી છીનવાઇ જાય છે, તો આખા પરિવાર સાથે બેસીને સામૂહિક સુંદરકાંડનો પાઠ કરવાથી કુટુંબમાં બધું સારું થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *