9 વર્ષનો બાળક બન્યો યુટ્યુબ પર સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ, 2020 માં કમાયો આટલા કરોડ રૂપિયા

ફોર્બ્સ મેગેઝિનના સમાચારો અનુસાર 9 વર્ષીય રેયન કાજી આ વર્ષે યુટ્યુબ પર સૌથી વધુ કમાણી કરનાર કન્ટેન્ટ ક્રિએટર બની ગયા છે. રેયન કાઝીએ તેની યુટ્યુબ ચેનલ પર 2020 માં 29.5 મિલિયન ડોલરની સાથે સૌથી વધુ કમાણી કરી. આ સાથે તે યુટ્યુબ પર સૌથી વધુ કમાણી કરનાર કન્ટેન્ટ ક્રીએટર બની ગયો છે. તમને જણાવી દઈએ કે, રેયાનની યુટ્યુબ ચેનલનું નામ “રિયાન્સ વર્લ્ડ” રાખવામાં આવ્યું છે. રેયાન કાઝીનું અસલી નામ રેયાન ગુઆન છે. જ્યારે તે વર્ષ 2015 માત્ર ચાર વર્ષનો હતો ત્યારે યુટ્યુબ વિડિઓઝ બનાવવાનું શરૂ કર્યું.

Ad

રેયન તેની યુટ્યુબ ચેનલ પર વિવિધ વિજ્ઞાન સંબંધિત ડીવાયવાય પ્રયોગો કરે છે અને બજારમાં આવતા નવા રમકડાની સમીક્ષા પણ કરે છે. આ સિવાય તે પોતાના પ્રેક્ષકોના મનોરંજન માટે વિવિધ પ્રકારની સામગ્રી તેની ચેનલ પર મુકે છે. તમને જણાવી દઈએ કે, રેયનના માતાપિતાએ આ ચેનલ 2015 માં શરૂ કરી હતી.

હાલમાં તેને ફક્ત 5 વર્ષ જ થયા છે, પરંતુ તે પછી પણ તેમની પાસે 27.7 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર છે. આજે ત્રીજા ધોરણમાં ભણતો રેયાન તેના માતાપિતા સાથે 9 યુટ્યુબ ચેનલો ચલાવે છે. તેની ઘણી વિડિઓઝ એક અબજથી વધુ વખત જોવાઈ ગઈ છે. રેયાને છેલ્લા ત્રણ વર્ષથી યુટ્યુબ પર સૌથી વધુ કમાણી કરનાર રેકોર્ડ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *