મંદિરમાં ૮૦૦ વર્ષથી બંધ હતો આ રૂમ, જયારે ખોલ્યા તેના દરવાજા તો ઉડી ગયા બધાના હોંશ

મધ્યપ્રદેશના તિશય ક્ષેત્ર બરાસોમાં એક મંદિરનો રૂમ લગભગ ૮૦૦ વર્ષથી બંધ પડેલો હતો અને જ્યારે આ મંદિરનો તે રૂમ ખોલવામાં આવ્યો તો સૌ કોઈના હોંશ ઉડી ગયા. હકીકતમાં દિગંબર જૈન મંદિરનો એક રૂમ ઘણા વર્ષોથી બંધ હતો.

Ad

જ્યાર બાદ પુરાતત્વ વિભાગના લોકોએ આ મંદિરના રૂમોને ખોલવાનો નિર્ણય લીધો. પુરાતત્વ વિભાગના લોકોને આશા હતી કે આ રૂમથી તેમને ઘણી બધી મૂર્તિઓ મળી શકે છે પરંતુ જ્યારે આ રૂમ ખોલવામાં આવ્યો તો સૌ કોઈ ચોંકી ઉઠ્યા.

આ જૈન મંદિરના દરવાજા ખોલતા જ સૌથી પહેલા તો તેમાંથી ઘણા બધા ચામાચીડિયા નિકળ્યા.

ચામાચીડિયા નિકળ્યા બાદ રૂમની સફાઈ કરવાની શરુ કરવામાં આવી. રૂમની સફાઈ કરવામાં ઘણો સમય લાગ્યો અને લગભગ ત્રણ- ચાર ટ્રોલી ભરીને કચરો રૂમથી નિકાળવામાં આવ્યો.

રૂમની અંદર નિકળી ગુફા

રૂમની સફાઈ કર્યા બાદ રૂમને સારી રીતે જોવામાં આવ્યો અને તેમાંથી એક નાની ગુફા મળી. આ ગુફા માટે સીડીઓ બનાવેલી હતી. આ ગુફાને જોઇને લાગ્યું કે કદાચ તેની અંદર મૂર્તિઓ નીકળી શકે છે.

હકીકતમાં આ મંદિરમાં તેની પહેલા પણ આવી ગુફાઓ મળી હતી અને જ્યારે આ ગુફાઓને ખોલવામાં આવી હતી તો તેની અંદરથી મૂર્તિઓ મળી હતી, એટલે આશા કરવામાં આવી રહી હતી કે તે ગુફાની અંદરથી પણ મૂર્તિ મળી શકે છે.

જિલ્લા પુરાતત્વ અધિકારી વીરેન્દ્ર કુમાર પાંડેના જણાવ્યા અનુસાર બરાસોના આ જૈન મંદિરમાં ૯૦ ના દસકામાં જૈન સમિતિઓએ કાર્ય કરાવ્યું હતું અને ત્યાં રહેલા એક રૂમને ૮૦૦ વર્ષ બાદ ખોલવામાં આવ્યું છે.

આ રૂમથી પ્રાચીન સમયની કેટલીક વસ્તુઓ મળી છે. જે એકદમ સાફ છે. આ વસ્તુઓને જોઇને લાગે નહી કે તે વર્ષો જૂની હશે.

ઘણું પ્રસિદ્ધ છે આ મંદિર

આ દિગંબર જૈન મંદિર ઘણું જુનું મંદિર છે અને આ મંદિરને જોવ માટે દુર દુરથી લોકો આવતા રહે છે. આ મંદિરમાં સમય- સમય પર મહોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે.

તો આ મંદિરમાં રહેલો આ રૂમ ઘણા વર્ષોથી બંધ હતો. જ્યારબાદ આ રૂમને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જ્યારે વર્ષોથી બંધ પડેલા આ રૂમને ખોલવામાં આવ્યો તો રૂમની અંદરથી ઘણી બધી વસ્તુઓ મળી અને સાથે જ આ રૂમની અંદર એક ગુફા મળી.

આ ગુફાને પણ હવે ખોલવામાં આવશે અને આશા છે કે આ ગુફાની અંદરથી મૂર્તિઓ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *