બે કલાકના બે લાખ રૂપિયા..!! સેક્સ રેકેટમાં પકડાઈ એક્ટ્રેસ તથા ટોપ મોડલ..

રાજ કુન્દ્રાના ચકચારી પોર્ન કેસનો મામલો હજુ ઠંડો પણ નથી થયો કે, આ દરમિયાન સેક્સ રેકેટનો બીજો એક મોટો કેસ સામે આવ્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક ટોપ મોડલ અને એક જાણીતી ટીવી એક્ટ્રેસને શહેરના જુહુ એરિયાની ફાઈવ સ્ટાર હોટલમાંથી પકડી પાડી છે અને તે પણ ગોરખ ધંધો કરતા.

જોકે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઈન્વેસ્ટીગેશન ટીમે આ બંનેની ધરપકડ કરી હોવાનું નથી જણાવ્યું પરંતુ તેમનું રેસ્ક્યુ કરાયું હોવાનું જણાવ્યું છે. આ કેસમાં ઈશા ખાન નામની એક મહિલા દલાલની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. મુંબઈ ક્રાઈમના સીનિયર ઈન્સ્પેકક્ટર મનીષ શ્રીધનકરે  કયું છે કે, પૂછપરછમાં ઈશા ખાને જણાવ્યું હતું કે, તે આ છેલ્લા ઘણા વર્ષોથી આ સેક્સ રેકેટ ચલાવી રહી હતી.

Ad

તો DCP દત્તા નલાવડેને જ્યારે બાતમીદારે ઈશા ખાન વિશેની બાતમી આપી, તો તેમણે પોતાની ટીમને એલર્ટ કરી હતી અને આગળ પછી પ્રયત્નો શરુ કર્યા. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ નકલી ગ્રાહક બનીને કોલ કર્યો હતો. અધિકારીએ પોતાના અને મિત્ર માટે બે ટોપ મોડલ્સ જોઈતી હોવાનું તેને જણાવ્યું હતું.

ત્યારે સામેથી ઈશા ખાને ઘણા બધા ફોટા વોટ્સએપ કર્યા હતા. જેમાંથી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ બે છોકરીઓના ફોટા સિલેક્ટ કર્યા હતા. તેમાંથી વધુ જાણકારી મેળવતા એક યુવતીએ મોડલ તરીકે ઘણી બધી જાહેરાતોમાં અને બીજી પકડાયેલી યુવતીએ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું હોવાનું સામે આવ્યું છે.

ઈશા ખાને એક છોકરીના બે કલાકના બે લાખ જેટલા રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. આ બે લાખ રૂપિયામાંથી પચાસ હજાર ઈશાને દલાલી પેટે આપવાની વાત હતી, જ્યારે જે બે યુવતીઓને સિલેક્ટ કરવામાં આવી હતી, તેમને દોઢ-દોઢ લાખ રૂપિયા ઈશા ખાન દ્વારા આપવાની વાત કરવામાં આવી હતી.

નકલી ગ્રાહક બનેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએએ આ ડીલ માટે હા પાડી હતી. ત્યારબાદ તેમણે  જુહુની એક ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ પણ બુક કરાવી લીધો હતો. ગુરુવારે રાત્રે મોડલ અને અભિનેત્રીને લઈને જેવી મહિલા દલાલ ઇશા ખાન હોટલની બહાર પહોંચી કે તરત જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્રણેયને પકડી લીધા હતા.

મોડલ અને ટીવી અભિનેત્રીએ જણાવ્યું કે, કોરોનાના કારણે લાગેલા લોકડાઉનથી જાહેરાતો અને ટીવી સીરિયલ્સનું શૂટિંગ બંધ હોવાથી તે આ ધંધામાં મજબુરીથી આવી હતી અને ત્યારબાદ પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી તથા વધુ પગેરું મેળવવા માટે તપાસ આરંભી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *