જ્યારે એક બોલમાં બેટ્સમેને બનાવેલા ૨૮૬ રન, ક્રિકેટના ઇતિહાસ સાથે જોડાયેલો છે આ રસપ્રદ કિસ્સો…

ક્રિકેટ એ વિશ્વની પ્રખ્યાત રમતો પૈકી એક છે અને આ રમત એકદમ જૂની છે. ભારત સિવાય આ રમત અન્ય દેશોમાં ખૂબ જ પ્રખ્યાત છે. ક્રિકેટને લગતી ઘણી વાર્તાઓ છે અને આજે અમે તમને આ રમતને લગતી એક અનોખી વાર્તા કહેવા જઈ રહ્યા છીએ.

વર્ષ 1894 માં ક્રિકેટ મેચ યોજાઈ હતી અને તે દરમિયાન બેટ્સમેને 1 બોલમાં 286 રન બનાવ્યા હતા. હા, ફક્ત એક જ બોલ પર આટલા બધા રન થયા હતા અને આ ક્રિકેટ જગતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બન્યું છે. 15 જાન્યુઆરી 1894 એ ક્રિકેટ ઇતિહાસનો સૌથી ખાસ દિવસોમાંનો એક માનવામાં આવે છે.

Ad

ઓસ્ટ્રેલિયામાં આ તારીખે વિક્ટોરિયા અને સ્ક્રેચ ઇલેવન વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં એક બેટ્સમેને લાંબી શોટ ફટકારી હતી જેના કારણે બોલ ઝાડ પર અટકી ગયો હતો. આ પછી બધા જ ખેલાડીઓ બોલ શોધવા માટે જતા રહ્યા અને તકનો લાભ લઈ બેટ્સમેનોએ રન લેવાનું શરૂ કર્યું હતું.

ફીલ્ડરે ઝાડની ટોચ પર બોલ જોયો હતો. જે બાદ તમામ ફિલ્ડરોએ બોલને ઝાડની નીચે ઉતરવા ઘણા પ્રયત્ન કર્યા હતા અને બોલને ઝાડ પરથી ઉતારવામાં લાંબો સમય લાગ્યો હતો. આવામાં બેટ્સમેન તકનો લાભ લઈને 286 રન દોડી ગયા હતા. આ સમય દરમિયાન બંને બેટ્સમેન ક્રીઝ પર આશરે 6 કિલોમીટર દોડ્યા હતા.

ખરેખર જે ઝાડ પર બોલ અટવાયો તે મેદાનની વચ્ચે હતું. આવી સ્થિતિમાં બોલિંગ સાઈડે અમ્પાયરને અપીલ કરી હતી અને કહ્યું હતું કે બોલ ખોવાયો છે. જેથી બેટ્સમેન રન લેવાનું બંધ કરે પરંતુ અમ્પાયરોએ આ વાતનો ઇનકાર કર્યો હતો.

આ સમાચાર અંગ્રેજી અખબાર પોલ મોલ ગેઝેટમાં પ્રકાશિત થયા હતા. આ અખબારના સ્પોર્ટ્સ પેજ પર આ સમાચાર છાપતી વખતે કહેવામાં આવ્યું હતું કે એક જ બોલ પર કેટલા રન થયા હતા અને રન બનાવવા માટે તે 6 કિલોમીટરના દરે ક્રીઝ પર દોડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *